logo

ડાંગનું તંત્ર ધગધગતા તાપમા વિદ્યાર્થીઓ જોડે મતદાન જાગૃતિની રેલી કરાવી

સરકારે હિટવેવ થી બચવા મોટી જાહેરાતો કરી છે ત્યારે આ રેલી કેટલી યોગ્ય હતી તે પ્રશ્ન ઉભો થયો
રેલીમાં નાના મોટા ૩૧૫ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરાયો હતો
સાપુતારા : વઘઇ ખાતે મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરી તંત્રએ ધગધગતા તાપમાં ૩૧૫ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી મતદાર જાગૃતિ રેલીનું કરાવી હતી. સરકારે હિટવેવ થી બચવા મોટી જાહેરાતો કરી છે ત્યારે આ રેલી કેટલી યોગ્ય હતી તે પ્રશ્ન ઉભો થયો છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, વઘઈ ખાતે સ્વિપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરાવામાં આવ્યું હતુ. વઘઈના તાલુકાના મામલતદાર એમ.આર.ચૌધરી તેમજ શિક્ષણ નિરીક્ષક વિજયભાઇ દેશમુખે વઘઇ તાલુકા સેવા સદન ખાતેથી લીલીં ઝંડી આપી ધગધગતા તાપમાં આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં નાના મોટા ૩૧૫ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરાયો હતો. લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે, તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે, વઘઇની સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ ૩૧૫ વિદ્યાર્થીઓ, આદર્શ નિવાસી શાળાના કુલ ૬૦ વિદ્યાર્થીઓ, કૃષિ યુનિવર્સીટીના કુલ ૫૦ વિદ્યાર્થીઓ, વઘઇ આઇ.ટી.આઇના કુલ ૬૦ વિદ્યાર્થીઓ તેમજ ૧૦૦ જેટલાં પોલીસકર્મીઓ સહિત કુલ ૫૫૦ થી વધુ લોકો રેલીમાં જોડાઇને મતદાન માટે નાગરીકોને આહવાન કર્યું હતુ. તાલુકા સેવા સદન ખાતે શરૂ થયેલ આ જનજાગૃતિ રેલી વઘઇ બજાર તેમજ મુખ્ય રસ્તેથી રેલી યોજી વઘઇ સર્કલ ખાતે પુર્ણ કરવામાં આવી હતી. હાલે સમગ્ર રાજ્યમાં હિટ વેવ ચાલી રહયો છે ત્યારે આરેલી કાઢવી કેટલી યોગ્ય હતી. તંત્ર રેલીમાં શાળાના બાળકો પાસે આવા ધગધગતા તાપમાં શુ સિદ્ધ કરવા માંગે છે. સરકારે શુક્રવાર ના બધા છાપા માં કરોડો ના ખર્ચે હિટવેવ થી બચવા માટે ના સૂચનોની જાહેરાત આપી છે ત્યારે તેજ દિવસે માસુમ બાળકો પાસે ધગધગતા તાપમાં રેલી કઢાવી હતી. રેલી દરમિયાન ગરમીમાં કોઈ વિદ્યાર્થી ની ગરમીના કારણે તબિયત લથડતે તો તેનો જવાબદાર કોણ બનતે ? તંત્ર એ પણ આવા નાના બાળકોનો ઉપયોગ બંધ કરી તેમના સ્થાને કર્મચારીઓ નો ઉપયોગ કરવો જોઇએ.

12
873 views